યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી
SHARE









યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી
વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા તેઓ ત્યાંથી હેમખેમ સહી સલામત પરત પોતાના વતન વાંકાનેર આવી ગયા છે ત્યારે તેઓના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળેલ છે અને તેમને જણાવ્યુ છે કે, ભારત સરકાર તરફથી તેઓને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને હાલમાં જે વિદ્યાર્થી આવ્યા છે તેમાં અનિરુદ્ધસિંહ દિપકસિંહ ઝાલા (કુંભારપરા), રૂતુરાજસિંહ સંજયસિંહ જાડેજા (ગોકુલનગર) અને દિશાંત બીપીનભાઈ ભલગામડા (કિસાન સોસાયટી) વાંકાનેર વાળાનો સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટક, તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર મહામંત્રી કે.ડી. ઝાલા, દિપકભાઈ પટેલ, અરજણભાઈ રાતડીયા, હિરેનભાઈ ખીરેયા તે વિદ્યાર્થી અને તેના પરિવારને મળ્યા હતા અને યુક્રેનમાં રહેલ ભારતીયોની સતત ચિંતન કરતી ભારત સરકારનો વિદ્યાર્થીઓ અને તેના પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતી
