મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ખારીવાડી શાળામાં મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશ સહિત શૈક્ષણિક કીટ આરનારા દાતાઓનું કરાયુ સન્માન


SHARE

















મોરબીની ખારીવાડી શાળામાં મંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશ સહિત શૈક્ષણિક કીટ આરનારા દાતાઓનું કરાયુ સન્માન

મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળા કે જે આજથી છ માસ પહેલા માત્ર 22 બાવીસ વિદ્યાર્થીઓ હોવાના કારણે ધો.1 થી 5 ની જ શાળા રહી અને ધો.6 થી 8 બાજુની શાળામાં મર્જ થઈ હતી પણ ખારીવાડી વિસ્તારના વાલીઓએ વસંતભાઈ અને નવ રત્નો જેવા યુવા ટીમની જહેમતથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી વિદ્યાર્થીઓની સંખ્યા 22 બાવીસમાંથી 222 બસો બાવીસ કરી દીધી અને વિદ્યાર્થીઓને ભાવેશભાઈ કંઝારીયા મહામંત્રી મોરબી શહેર ભાજપે દિપકભાઈ પરમારે સ્કૂલબેગ, બાવરાની વાડીના વાલીઓ તરફથી બુટ મોજા, દામજીભાઈ કંઝારીયા ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી શૈક્ષણિક કીટ અને કે.કે.પરમાર પ્રમુખ નગરપાલિકા અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયેલ હતું.તમામ  દાતાઓને બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી,જ્યૂભા જાડેજા, રણછોડભાઈ દલવાડી મહામંત્રી જિલ્લા ભાજપ - મોરબી કુસુમબેન પરમાર પ્રમુખ લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી  શહેર ભાજપ અને જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ નગરપાલિકા મોરબી વગેરેની ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ પરમરાગત રીતે રાસ લઈને કેડે તબલા બાંધીને તબલાંના તાલે અને ઢોલના નાદ સાથે અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે, તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.




Latest News