મોરબીના લાતી પ્લોટની કાયાપલટ માટે ૨૦ કરોડના વિકાસકામોનું મંત્રીશ્રી બ્રિજેશભાઇએ કર્યું ખાતમુહૂર્ત
માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા જાજાસર ગામે આંતર શાળા રમતગમત સ્પર્ધા યોજાઇ
SHARE









માળીયા (મી)ના દેવ સોલ્ટ દ્વારા જાજાસર ગામે આંતર શાળા રમતગમત સ્પર્ધા યોજાઇ
સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેશા તત્પર રેહતા દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળિયા (મિ.)ના જાજાસર ગામની પ્રાથમિક શાળામાં આંતર શાળા રમગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે અગાઉ દેવ સોલ્ટ દ્વારા હરીપર પ્રાથમિક શાળામાં પણ બે વાર રમગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે જાજાસર પ્રાથમિક શાળામાં આંતર શાળા રમગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન પાછળનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રતિએ રૂચી વધે તે છે અને આ આંતર શાળા રમગમત સ્પર્ધામાં જાજાસર, નવા દેવગઢ અને જુના દેવગઢ શાળાના ધો.૧થી ૮ ના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૧૭ અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી તેમજ દરેક રમતમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને મેડલથી પુરુસ્ક્રિત કરાયા હતા અને જે વિદ્યાર્થીઓ સવથી વધુ મેડલ જીત્યા તે જાજાસર શાળાને ટ્રોફીથી પુરુસ્મિત કરાઈ હતી આ સ્પર્ધાનું આયોજન દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલા અને એમડી હિરેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના અધિકારી વિવેક ધુણાએ કર્યું હતું
