મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારી શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


SHARE













માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારી શાળાના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું અને આ ટુર્નામેન્ટમાં કુલ ૯ ટિમએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વેજલપર અને ઘાટીલાની ટિમ "સુપર સ્ટાર ઇલેવન" વિજેતા બની છે તેમજ વવાણીયા અને ભાવપરની ટિમ "યંગ સ્ટાર ઇલેવન" રનર્સઅપ રહી હતી. બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે રવિભાઈ ધ્રાંગા, બેસ્ટ બોલર તરીકે ચંદુભાઈ તાવીયા તેમજ મેન ઓફ ધ સિરીઝમાં વિજય પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, માળિયાના બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયા(મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિ, જુદીજુદી શાળાના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી. અને ટુર્નામેન્ટ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર યોજાઇ હતી તેના માટે સુરેશભાઈ ડાંગરનો તેમજ સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News