માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી.)ની  નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો


SHARE

















માળીયા (મી.)ની  નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો

માળીયા (મી.) તાલુકાની  નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં એક દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં અભ્યાસની સાથે સાથે શારીરિકમાનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુ સાથે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું  આ રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય સંગીતાબેન અને શાળાના મદદનીશ શિક્ષક  ભાવનાબેન, કોમલબેનવિરલભાઈ  અને દુષ્યંત ભાઈ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે કોથળા દોડત્રિપગી દોડલીંબુ ચમચીવન મિનિટ ગેમલોટ ફૂંકણીદોરડા કુદદોડઉચી કુદ, ફુગ્ગા ફોડ, ચાંદલા ચોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક રમતમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આ રમતોમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




Latest News