મોરબીના ગોકુળનગર મેઈન રોડે સતત બીજા દિવસે પાલિકાનું બુલડોઝર કાચા-પાકા દબાણો ઉપર ફરી વળ્યું
માળીયા (મી.)ની નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો
SHARE









માળીયા (મી.)ની નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવાયો
માળીયા (મી.) તાલુકાની નિરુબેન પટેલ નગર પ્રાથમિક શાળામાં એક દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં અભ્યાસની સાથે સાથે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અને વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુ સાથે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવનું આયોજન શાળાના આચાર્ય સંગીતાબેન અને શાળાના મદદનીશ શિક્ષક ભાવનાબેન, કોમલબેન, વિરલભાઈ અને દુષ્યંત ભાઈ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, વન મિનિટ ગેમ, લોટ ફૂંકણી, દોરડા કુદ, દોડ, ઉચી કુદ, ફુગ્ગા ફોડ, ચાંદલા ચોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક રમતમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ આ રમતોમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
