વાંકાનેર-ટંકારામાં ભાજપ દ્વારા દેશની ચાર વિધાનસભામાં થયેલ ભાજપની જીતનો વિજયોત્સવ ઉજવાયો
મોરબીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૨ અને મુખ્યમંત્રીનું હોર્ડીંગ બોર્ડ પાલિકાએ કચરાના ઢગલા ઉપર લગાવ્યું !
SHARE









મોરબીમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૨ અને મુખ્યમંત્રીનું હોર્ડીંગ બોર્ડ પાલિકાએ કચરાના ઢગલા ઉપર લગાવ્યું !
મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૨ માં ભાગ લેવામાં આવ્યો છે અને તેને લગતા હોર્ડિંગ બોર્ડ મોરબી શહેરમાં જુદાજુદા વિસ્તારોની અંદર લગાવી દેવામાં આવેલ છે અને સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ તરફ જવાના રસ્તા ઉપર જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીની સામેના ભાગમાં જે જ્ગ્યાએ હોર્ડીંગ લગાવવામાં આવેલ છે ત્યાં જ કચરાના ઢગલા પડ્યા છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણની વાતો હાસ્યાસ્પદ બનતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
એક બાજુ સ્વચ્છતા સર્વેક્ષણના હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવે છે અને બીજી બાજુ આ હોર્ડિંગ બોર્ડની નીચે જ કચરાના વિશાળ ઢગલા પડયા હોય તેવું મોરબીમાં જોવા મળે છે ત્યારે સમગ્ર મોરબીના જુદાજુદા વિસ્તારની અંદર પણ સ્વચ્છતા કેવી થતી હશે તે સવાલ ઉઠી રહ્યો છે હાલમાં કચરાના ઢગલાની બાજુમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તેમજ પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાના બોર્ડ સાથે પાલિકાના હોદેદારોના ફોટો મૂકીને હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવેલ છે ત્યારે કચરાના ઢગલા ઉપર હોર્ડિંગ બોર્ડ જોઈને પાલિકાના અધિકારી અને પદાધિકારીની કામગીરી હાસ્યાસ્પદ બની રહી છે
આ બોર્ડને જોતા સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી માત્ર કાગળ પર થતી હોય અને નંબર આપવામાં આવતા હોય તેવો ગણગણાટ લોકોમાં શરૂ થઈ ગયો છે અગાઉ ૨૦૨૧ માં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી નગરપાલિકાનો ૮૬ મો નંબર આવ્યો હતો અને આ વખતે મોરબી નગરપાલિકા પ્રથમ નંબરે વિજેતા બને તે પ્રકારની લાગણીઓ વ્યક્ત કરાઈ છે પરંતુ બોર્ડની નીચેના ભાગમાં જે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તે જોતા ક્યાંકને ક્યાંક મોરબી શહેરના અનેક વિસ્તારોની અંદર વર્ષોથી જ્યાં કચરાના ઢગલા કરવામાં આવે છે ત્યાં આજની તારીખે પણ કચરાના ઢગલા થતા હોય છે તે જોતાં આ સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી હાલમાં તો પહેલો નંબર આવે તે નક્કી નથી અને ક્યારે આવશે તે પણ સવાલ છે
