ભાજપે વિધાનસભાની ચુંટણીમાં ચોક્કો ફટકારતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી કરાઇ
SHARE









ભાજપે વિધાનસભાની ચુંટણીમાં ચોક્કો ફટકારતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી કરાઇ
દેશના પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો છે જેથી કરીને દેશમાં ભાજપ દ્વારા ઠેરઠેર વિજ્યોત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શહેરના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય પાસે આતિશબાજી કરવામાં આવી હતી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તે વધાવવામાં આવ્યો હતો અને એકમેકને મીઠાઈ ખવડાવીને મો પણ મીઠા કરાવ્યા હતા આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જ્યુભા જાડેજા, ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી શહેર મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંજારીયા, મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઇ અવાડિયા, સુરેશભાઇ દેસાઇ, ક્લ્પેશભાઈ રવેશીયા, નિકુંજભાઈ કોટક, રુચિરભાઇ કારીયા, કે.કે. પરમાર, નરેન્દ્રભાઈ પોપટ, જતિનભાઈ ફૂલતરિયા, સુરેશભાઇ સીરોહિયા, તરૂણભાઈ આઘારા સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહ્યા હતા.
