ભાજપે વિધાનસભાની ચુંટણીમાં ચોક્કો ફટકારતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આતિશબાજી કરાઇ
પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબીમાં ઉત્સવ જેવો માહોલ
SHARE









પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય થતાં મોરબીમાં ઉત્સવ જેવો માહોલ
પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવતા કેટલાય દિગ્ગજોની હાર થયેલ છે અને આ ચુંટણીમાં દિલ્હીની જેમ સ્પષ્ટ બહુમતી સાથે આમ આદમી પાર્ટી સત્તા ઉપર આવી છે ત્યારે આમ આદમી પાર્ટીના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયાની આગેવાનીમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યું પાસે ફટાકડા ફોડી અને મીઠાઈથી મો મીઠા કરાવીને વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, મહામંત્રી સંજયભાઈ ભટાસણા, મોરબી આપ મહિલા શહેર પ્રમુખ અલ્પાબેન કક્કડ, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જશવંતભાઈ કગથરા, ચેતનભાઈ લોરીયા, સરસાવડિયા જયદીપભાઈ, મોરબી જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ પંકજભાઈ આદ્રોજા, આઈ.ટી.ઈન્ચાર્જ પ્રદિપભાઈ ભોજાણી, મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલા તેમજ આમ આદમી પાર્ટીના મહિલા અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
