મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ
SHARE









મોરબી જિલ્લા આરએસએસ દ્વારા માળીયા તાલુકામાં આયુર્વેદિક પેટીનું વિતરણ
મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા મોરબી જિલ્લાના માળીયા તાલુકાના દરિયાઈ પટી પર આવેલ ગ્રામ્ય વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને સ્વાસ્થ્ય સુવિધા આસાનીથી મળી રહે તે માટે ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવાસમિતિ રાજકોટ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું માળીયા તાલુકાના દેવગઢ, જાજાસર, બગસરા, વવાણીયા, વર્ષામેડી, ઝીંઝુડા તથા ફડસર મુકામે આયુર્વેદિક પેટીનું લોકાર્પણ થયું છે આ કાર્યમાં મોરબી જિલ્લા સેવાપ્રમુખ રણછોડભાઈ કુંડારીયા, મગનભાઈ રાઠોડ તથા પ્રાણજીવનભાઈ વિડજા ઉપસ્થિત રહેલ હતા
