માળીયા(મી)ની દેવ સોલ્ટ કંપની દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાયો
મોરબી ઉમિયા માનવ મંદિર ખાતે ટ્રષ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ યોજાશે
SHARE









મોરબી ઉમિયા માનવ મંદિર ખાતે ટ્રષ્ટી અને કાર્યકર્તાઓની મિટિંગ યોજાશે
મોરબીના લજાઈ પાસે ભીમનાથ મંદિર પાસે ઉમિયા માનવ મંદિર પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઉમિયા માનવ મંદિરનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. અને ત્રીસ વિઘાના વિશાળ કેમ્પમાં નિરાધાર વૃદ્ધો માટે સો રૂમો ધરાવતું ઉમિયા માનવ મંદિરના નિર્માણ કરોડો રૂપિયાનું દાન પોતાના રળેલા રૂપિયામાંથી આપનાર તમામ દાતાઓના વિશિષ્ટ સન્માન માટે સતશ્રીની સંસાર રામાયણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી મેં માસમાં આ કથા યોજાવાની છે તેના આયોજન માટે તમામ ટ્રષ્ટીઓની મીટીંગનું આયોજન તા.૧૩/3 ને રવિવારના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે લજાઈ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ઉમિયા મંદિર ખાતે મળશે એમ પોપટભાઈ કગથરા પ્રમુખની યાદીમાં જણાવવામાં આવે છે
