મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે મકાનમાંથી ૩૨,૫૦૦ ના દારૂ-બિયર સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









મોરબીના લીલાપર ગામે મકાનમાંથી ૩૨,૫૦૦ ના દારૂ-બિયર સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેણાંક મકાનમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મોરબી તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૩૨૫૦૦ ની કિંમતના દારૂ અને બીયર સાથે એક શખ્સ ઝડપાયો હતો અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ વી.એલ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.જી.જેઠવાઅને સ્ટાફ કામ કરે છે ત્યારે પીએસઆઈને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફને સાથે રાખીને લીલાપર ગામે શંકર ભગવાનના મંદિર પાછળ વિજયભાઇ કેશુભાઇ કુરીયાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી ભારતીય બનાવટની દારૂની ૭૨ બોટલો તથા બીયરના ૫૫ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે હાલમાં આરોપી રાકેશ ઉર્ફે ભુરો પરસોત્તમભાઇ આત્રેશા જાતે કોળી (ઉ.રર) રહે. લીલાપર, શીતળા માતાજીના મંદિર વાળી શેરી, તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને ઘરધણી વિજયભાઇ કેશુભાઇ કુરીયા રહે. જુના લીલાપર વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News