મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે માટેલિયા નદીમાથી અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE















મોરબીના બંધુનગર પાસે માટેલિયા નદીમાથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબી નજીકના બંધુનગર ગામ પાસે આવેલ માટેલિયા નદીના વેણમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના બંધુનગર ગામની સીમમાંથી માટેલિયા નદી પસાર થાય છે જેના વેણમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના વેણમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને અંદાજે ૩૦થી ૩૫ વર્ષના યુવાનની લાશ હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે વધુમાં પોલીસના ખેવા મુજબ મૃતક યુવાનના ડાબા હાથના બાવડા ઉપર “રાધે બાબા” તથા જમણા હાથના બાવડા ઉપર “બાબુલાલ” ત્રોફાવેલ છે અને શરીરે પેન્ટ તથા ટી-શર્ટ પહેરે છે તેની ઓળખ હજુ સુધી થયેલ નથી અને કોઇ આધાર પુરાવો મળી શકેનથી જેથી કરીને આ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવે છે

 






Latest News