મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ત્રણ કરોડથી વધુના ખર્ચે થશે સુજલામ સુફલામ યોજનાના કામ: બ્રિજેશભાઇ મેરજા


SHARE





મોરબી જીલ્લામાં ત્રણ કરોડથી વધુના ખર્ચે થશે સુજલામ સુફલામ યોજનાના કામ: બ્રિજેશભાઇ મેરજા

માળીયા(મીં) તાલુકાના વેજલપર ખાતેથી ‘‘સુજલામ્ સુફલામ્’’ જિલ્લાકક્ષા જળ અભિયાન-૨૦૨૨ નો  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ રાજયમંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી દેવાભાઇ માલમ વિશેષ ઉપસ્થિત શુભારંભ કરાવ્યો હતો. અને તેઓએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં કુલ મળીને ત્રણ કરોડથી વધુના કામ કરવામાં આવશે

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે રાજયના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમણે મોરબી- માળીયા તાલુકામાં નર્મદાની મોરબી-માળીયા-ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ મારફત સિંચાઇ માટેનું પાણી આપવામાં આવી રહયું હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના જે ગામોમાં નર્મદાનું સિંચાઇ માટેનું પાણી મળતું નથી તેવા ગામોને આવરી લઇ નર્મદાના સિંચાઇ માટેના નીર મળતા થાય તેવું આયોજન કરવામાં આવેલ છે. રાજયના ખેડૂતોને સમયસર સિંચાઇ માટેનું પાણી તેમજ વિજળી પૂરતા પ્રમાણમાં મળી રહે અને ખેડૂતો સમૃધ્ધ બને તે દિશામાં રાજય સરકાર કામ કરી રહી હોવાનું વધુમાં જણાવ્યું હતું

આ પ્રસંગે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે રાજય સરકારના સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ભરી પીવાના તેમજ સિંચાઇના પાણીની મુશ્કેલી ન રહે તેવા આયોજનના કારણે આજે પાણીની મુશ્કેલી રહી નથી. તેમણે ચોમાસા પછી દરેક જળ  સ્ત્રોતો જીવંત કરવાના ભાગરૂપે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું  રિપેરીંગ કરાવવું, વેસ્ટ વિયરનું મજબૂતીકરણ કરાવવું, નહેરોની સાફ સફાઈ કરાવી મરામત કરાવવું,નદી, વોકળા, કાંસ, ગટરની  સાફ સફાઈ કરાવવી, નદી પુન:જીવિત કરવી વગેરે જેવા જળસ્ત્રોતોના નવિનીકરણના કામો કરવામાં આવી રહેલ હોવાનું વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિંહોરા, જિલ્લ પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતિભાઇ પડસુંબીયા, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી અને બાબુભાઇ હુંબલ, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, ગણેશભાઇ ભગત, જીતુભા, ઠાકરશીભાઇ, અનિલભાઇ વામજા, જિલ્લા સરપંચ હરેશભાઇ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સાવલીયા અને પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.




Latest News