ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા આવતીકાલે પાંચ ફૂટ ખોલાશે,  ૨૪ ગામોને એલર્ટ કરાયા


SHARE













મોરબી મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા આવતીકાલે પાંચ ફૂટ ખોલાશે,  ૨૪ ગામોને એલર્ટ કરાયા

મોરબીના કંડલા બાયપાસ ઉપર જુની આરટીઓ કચેરી પાસેનો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલ હોય તે પુલની બાજુમાં નવો પુલ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી હતી જોકે ડેમ ખાલી કરવાની મંજૂરી ન હોવાના લીધે કામગીરી બંધ હતી જોકે હવે ઉપરથી મંજૂરી મળી જતાં ડેમ પુલ બનાવવાનું કામ હવે આગળ વધારવાનું થતું હોય અને તાજેતરમાં મચ્છુ-૩ ડેમ ભરેલો હોય તે ડેમ ખાલી કરવાની જરૂરિયાત ઊભી થતાં આવતીકાલ તા.૨૪-૩ ના સવારે નવ વાગ્યે મચ્છુ-૩ ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે.જેના લીધે મચ્છુ-૩ ડેમના કેચમેન્ટ એરિયાના ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.મોરબી-કંડલા બાયપાસ ઉપર આરટીઓ નજીકનો પુલ બીસ્માર હાલતમાં હતો જેથી નવો પુલ બનાવવા લોકમાંગ ઉઠી હતી જેથી નવો પુલ મંજુર થયો હતો પરંતુ ડેમ ૮૫ ટકા ભરાયેલો હોય પુલ બનાવવાનું કામ અટકેલુ હતુ જોકે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા ડેમ ખાલી કરીને પુલ બનાવવાનું કામ પુરૂ કરવાનું નકકી કરવામાં આવતા આવતી કાલ તા.૨૪-૩ ના રોજ સવારે નવ વાગ્યાથી ડેમમાં ભરેલ પાણી ખાલી કરવાનું શરૂ થશે.જેથી ડેમના કેચમેટ એરીયામાં આવતા મોરબીના ૧૬ અને માળીયાના ૮ તેમ કુલ ૨૪ ગામને તંત્રએ એલર્ટ કરીને નદીના પટ્ટમાં ન જવા તાકીદ કરેલ છે.

મોરબી કંડલા બાયપાસ ઉપર આરટીઓ કચેરી નજીક પુલ બીસ્માર થઈ ગયો હોય નવો પુલ મંજુર થયો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી મચ્છુ-૩ ડેમ ભરેલો રહેતો હોવાથી પુલ બનાવવાનું કામ ખોરંભે ચડયુ હતુ.દરમ્યાનમાં નર્મદા જળસંપત્તિ અને કલ્પસર વિભાગ(ગાંધીનગર) દ્વારા મચ્છુ-૩ ડેમને ખાલી કરીને પુલનું કામ પુરૂ કરવા ડેમ ખાલી કરવાની મંજૂરી આપવામાં આવી હોય મોરબી સિંચાઈ વિભાગ દ્વારા આવતી કાલ તા.૨૪-૩ ના રોજ સવારથી ડેમ ખાલી કરવામાં આવશે. મચ્છુ-૩ ડેમ હાલ ૮૫ ટકા ભરેલો છે.તા.૨૪ ના સવારથી પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવીને ડેમ ખાલી કરવામાં આવશે. મચ્છુ-૩ ડેમ ખાલી કરવામાં આવતા.તેના કેચમેટ એરીયાના ૨૪ ગામો એટલે કે મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકો, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, લક્ષ્મીનગર, અમરેલી, ધરમપુર તેમજ માળિયા(મિં.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસગપર, વિવદરકા, માળિયા(મિં.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાંન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.






Latest News