માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું
SHARE









માળીયા મિંયાણાના સૂલતાનપુર ગામે શાળામાં વેશભૂષા સાથે સરળ શિક્ષણ અપાયું
માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણથી બાળકોમાં આપણી ભવ્ય સંસ્કૃતિને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે શાળામાં એક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકનું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાનમાં વાંચવા કરતાં જોઈને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસના સમયમાં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે છે
