મોરબીના રોહીદાસપરામાંથી પસાર થતી પરણિતાનો પીછો કરીને એક શખ્સે કરી બીભત્સ માંગણી
માળીયા (મી)ની શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલના રૂમમાંથી ૬૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









માળીયા (મી)ની શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલના રૂમમાંથી ૬૭ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર આવેલ હોટલોમાં દારૂ પીરસાતો હોય તેવું અગાઉ પણ સામે આવી ચૂક્યૂ છે તેઓમાં વધુ એક વખત માળીયા તાલુકાની એક હોટલમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે અને માળીયા તાલુકાના સોનગઢથી પીપળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલ ખાતે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતા હોટલની રૂમમાંથી ૬૭ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે હોટલમાંથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકામાં સોનગઢથી પીપળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી શ્રી ક્રિષ્ના જમ્ભેશ્વર હોટલમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે માળિયા મિયાણા તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા હોટલના રૃમમાંથી દારૂની કુલ મળીને ૬૭ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫૧૨૫ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે પ્રકાશકુમાર મધારામ સિયાધ (૩૨) રહે. મૂળ બાગલી (રાજસ્થાન) હાલ રહે શ્રીકૃષ્ણ જમ્ભેશ્વર હોટલ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો કયાથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે
૧૧ બોટલ દારૂ
મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૪ માંથી પસાર થઇ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૧૨૫ રૂપિયાનો દારૂ તેની પાસેથી કબજે કર્યો હતો અને હાલમાં તોફીકભાઈ દાઉદભાઈ ચાનીયા જાતે સંધિ (ઉંમર ૩૨) રહે. લાતી પ્લોટ શેરી નંબર-૧૨ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઇને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
