વાંકાનેર યુવા ભાજપ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના ફોટા સળગાવીને વિરોધ
મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં
SHARE









મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાથી આગળ આવેલ સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી જતા સુરેશભાઇ તખુભાઈ ચારોલીયા (ઉમર ૩૫) રહે.આણંદપર (નવાગામ) દેવનગરના ઢોરો જીલ્લો રાજકોટ વાળાને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ કરીને બનાવ સંદર્ભે સામખયારી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાઠે ભડીયાદ ગામે રહેતો વિશાલ નવઘણભાઈ કગથરા નામનો ૨૪ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે લાલપર પાસે કેનાલ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીની તીર્થંક પેપરમીલ લીલાપર રોડ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં શ્રવણકુમાર શિવચોપાન નામના ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા ચેતન મોમૈયાભાઈ ડાવેરા નામના ૩૯ વર્ષીય યુવાનને સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉદય છત્રપતિરાવ ઇધરા જાતે ચૌધરી નામના ૩૬ વર્ષીય યુવાનને આંદરણા અને ચરાડવાની વચ્ચે આવેલ ભૈરવનાથ હોટલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારની ભવાની શેરીમાં રહેતા પાયલબેન જયપ્રકાશભાઈ બારેજીયા નામના ૪૧ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ કાલીકા પ્લોટ નર્મદા હોલ નજીક રહેતા મકબુલ મોહસીનભાઇ સેડાત નામનો ૧૧ વર્ષીય બાળક પગપાળા જતો હતો તે સમયે કોઇ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતાં મકબુલને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
