મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો 


SHARE





માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો 

મોરબી જીલ્લામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે માળીયા (મીં) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરારની મોડેલ સ્કૂલનો દબદબો જોવા મળેલ છે અને તા ૨૪ ના રોજ માળીયા (મીં) તાલુકા કક્ષાના  ખેલમહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયેલું હતું. 

ત્યારે માળીયા (મીં) તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોમાં ગોળાફેંકની સ્પર્ધામાં ધો.૯ નો વિદ્યાર્થી ડાંગર અભય આશિષભાઈ પ્રથમ, લાંબી કૂદમાં ધો.૯ ની વિદ્યાર્થિની તલાવડીયા શારદા રમેશભાઈ પ્રથમ, ચેસની સ્પર્ધામાં ધો.૧૧ ની વિદ્યાર્થીની ઝાલા મંજુલાબેન મનુભાઈ પ્રથમ, ચેસની સ્પર્ધામાં ધો.૧૧ ની વિદ્યાર્થિની ઝાલા મધુબેન મનુભાઈ દ્વિતીય અને ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં ધો.૯ ની વિદ્યાર્થિની ગમારા કાજલ હરજીભાઈ દ્વિતીય ક્રમાંક ઉપર વિજેતા થયેલ છે અને શાળાને ગૌરવાન્વિત કરનાર વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન  કરેએ માટે મોડેલ  સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા તમામને શુભકામના આપવામાં આવી છે




Latest News