માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ બન્યા “સિંઘમ”: આરોગ્ય કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ


SHARE















મોરબી જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ બન્યા “સિંઘમ”: આરોગ્ય કેન્દ્રો ઉપર સરપ્રાઈઝ વિઝિટ

મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન એક્ટિવ બની રોજે રોજ ગ્રામ્યકક્ષાએ આવેલા પીએચસી અને સબ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ટંકારાના લજાઈ આરોગ્ય કેન્દ્ર અને  બે સબ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે ફરજ ઉપરના તબીબી અને કર્મચારીઓ સમયસર હાજર ન હતા જે અંગે ચેરમેને ડીડીઓ અને આરોગ્ય અધિકારીને ધગધગતો રિપોર્ટ કર્યો છે

મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા અને ઓટાળા બેઠકના મહિલા સદસ્યના પતિ અશોકભાઈ ચાવડાએ લજાઈ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે ફરજ ઉપરના તબીબ હાજર ન હતા અને કલાકો સુધી રાહ જોવા છતાં પણ સમયસર આરોગ્ય કેન્દ્ર ઉપર આવ્યા ન હતા જેથી તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરી હતી અને તાલુકા હેલ્થ ઓફિસરના ફોન રિસીવ કરવાની પણ જવાબદાર ફરજ ઉપરના તબીબે તસ્દી લીધી ન હતી. હાલમાં રસીકરણ જેવી પ્રક્રિયા ચાલતી હોવા છતાં પણ ફરજ ઉપર સમયસર હાજર થતા નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવતા ત્યાં પણ લેઇટ લતીફ આરોગ્ય કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન હતા જેથી ચેરમેને આ અંગે ડીડીઓ અને આરોગ્ય અધિકારીને રિપોર્ટ કરેલ છે

 






Latest News