મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા(મી) પોલીસે અપહરણ-રાયોટિંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની કરી ધરપકડ


SHARE









માળીયા(મી) પોલીસે અપહરણ-રાયોટિંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની કરી ધરપકડ

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ૧૯૯૭ ના ડિસેમ્બર માહિનામાં અપહરણ અને રાયોટીંગના બે ગંભીર ગુન્હા નોંધાયા હતા જે ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં માળીયા પોલીસે ૨૪ વર્ષથી નાસતા ફરતા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને હાલમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશના ભાગરૂપે માળીયા (મી) પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો દ્વારા અપહરણ, ગેરકાયદેસર અટકાયત અને ગેરકાયદેસર મંડળીના ગુનાઓ આચરી છેલ્લા ૨૪ વર્ષથી બન્ને ગુનામાં ચાર આરોપીઓ નાસતા ફરતા હતા જે બન્ને ગુનાના ચારેય નાસતા ફરતા આરોપીઓ હળવદ ખાતેના સગાસંબધીના ઘરે આવેલ હોય અને ત્યાથી પરત રાજસ્થાન પાર્સીગની બોલેરો ગાડીમાં રાજસ્થાન જવાના છે તેવી ચોક્કસ બાતમી મળેલ હતી જેથી પોલીસ સ્ટાફના માણસો સાથે અણીયારી ટોલ નાકાથી હળવદ રોડ ઉપર જુદી જુદી ટીમો બનાવી વાહન ચેકીંગ કરતા હતા દરમ્યાન એક રાજસ્થાન પાર્સીગની બોલેરો કાર આવતા તેને રોકેલ હતી. 

માળીયા પોલીસ દ્વારા જે ગાડીને રોકવામાં આવી હતી તેમાં પાંચેક ઇસમો બેસેલ હતા જેમાં અપહરણ, ગેરકાયદેસર અટકાયત તથા રાયોટીંગના ગુનામાં ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને માળીયા પોલીસે વર્ષ ૧૯૯૭ ના ડિસેમ્બર માહિનામાં આઇ.પી.સી કલમ -૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૩૪૨ મુજબના ગુનામાં કલારામ સુરતારામ કડવાસરા જાતે જાટ (૪૭) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજસ્થાન, નિમ્બારામ સુખરામ કડવાસરા જાતે જાટ (૫૮) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજસ્થાન, ગીરધારીરામ વિશનારામ કડવાસરા જાતે જાટ (૫૯) રહે. કોસલોણી કડવાસરા કી ઢાણી (બાઇતુ ભીમજી) બાડમેર રાજેસ્થાન અને રાવતારામ મુલારામ ગોદારા જાતે જાટ (૪૯) રહે. બનીયાધારા બાઇતુ ભીમજી બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમા, કનુભા રાણાભા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News