મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઓફીસમાંથી ૩૫ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબીના વાવડી રોડ ઓફીસમાંથી ૩૫ બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાછળ આવેલ ઓફીસમાં ઇગ્લીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે તેવી હક્કિત મળી હતી જેના આધારે પોલસે દારૂની રેડ કરી હતી ત્યારે ઓફિસમાથી ૩૫ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦,૫૦૦ નો મુદામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગ હતી ત્યારે ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી વાળો પોતાની વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે જેથી કરીને પોલીસે આ હકિકત આધારે રેઇડ કરી હતી ત્યારે આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલાની ઓફીસમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની સીલબંધ ૩૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૦,૫૦૦ નો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી પીઆઇ બી.પી.સોનારા, પીએસઆઈ એસ.એમ.રાણા, મહાવીરસીંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમાં, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

 
 
 
 



Latest News