મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ક્રિષ્ના વોલ ટાઈલ્સ કારખાનામાંથી ૧૦ લાખના ઈલેક્ટ્રીક કાર્ડની ચોરી


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે આવેલ ક્રિષ્ના વોલ ટાઈલ્સ કારખાનામાંથી ૧૦ લાખના ઈલેક્ટ્રીક કાર્ડની ચોરી

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ સિરામિક કારખાના પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ૧૦ ઈલેક્ટ્રીક કાર્ડ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાના મુદ્દામાલની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા કારખાનેદારો દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગાયત્રીનગર બ્લોક નંબર ૧૭ માં રહેતા મનોજભાઈ ત્રંબકભાઈ ફેફર જાતે પટેલ (૩૨) નું મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ દરિયાલાલ હોટલની પાછળના ભાગમાં ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનું કારખાનું આવેલ છે જે કારખાનામાં આવેલા પ્રેસ વિભાગની અંદર તા ૧/૪ ના રોજ રાત્રિના સમયે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને પ્રેસ વિભાગમાં મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક કાર્ડ ૧૦ નંગ જેની કિંમત ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા મનોજભાઈ ફેફર દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News