મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના નવા વેગડવાવ નજીક અજાણ્યા આદિવાસી યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











હળવદના નવા વેગડવાવ નજીક અજાણ્યા આદિવાસી યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદ તાલુકાના નવા વેગડવાવથી રણમલપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણ્યા આદિવાસી યુવાને અગમ્ય કારણોસર ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે હળવદ તાલુકા પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા વેગડવાવથી રણમલપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત કરી લેનાર આ યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવીને તેના પરિવારજનોને શોધવા માટે તેને કવાયત શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા (મી) તાલુકાના હરિપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સુગરાબેન ફતેમામદ કટિયા નામની મહિલાના ઘર પાસે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હતી જેથી પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦ લીટર આથો તેમજ ચાર લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળી આવતા પોલીસે તે મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુગરાબેન ફતેમામદ કટિયા સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બે બોટલ દારૂ

મૂળ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની રહેવાસી અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણિયા સોસાયટીમાં રહેતી સપનાબેન ઠાકૂરદાસ રામચંદાની જાતે સિંધી (૩) નામની મહિલાના ઘરની અંદર દારૂ હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની એક આખી બોટલ અને અડધી બોટલ મળી આવતા પોલીસે ૪૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કર્યો હતો અને સપનાની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી






Latest News