મોરબી : વાંકાનેરના જાલી ગામે ડાયરામાં ફરીદાબેન મીર અને બ્રીજરાજદાન ગઢવીએ બોલાવી રમઝટ
મોરબીની એલિટ સ્કૂલ દ્વારા ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રખર વક્તા સંજય રાવલના સેમિનારનું આયોજન
SHARE









મોરબીની એલિટ સ્કૂલ દ્વારા ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રખર વક્તા સંજય રાવલના સેમિનારનું આયોજન
મોરબીની જાણીતી એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ કે જેવો હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને આગામી સમયમાં તેઓએ કોઈને કોઈ લાઈન લેવાની થશે ત્યારે તેઓને સારૂ માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થીઓ પોતે સારી રીતે પોતાની જિંદગીમાં નિર્ણય લઇને આગળ વધી શકે તેવા હેતુથી સર્વ વિદ્યાર્થીઓ માટે એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રખર વક્તા અને મોટીવેશનલ સ્પીકર એવા સંજયભાઇ રાવલના માર્ગદર્શન સેમિનારનું આયોજન બોર્ડના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું છે.
એલિટ સ્કુલ બોર્ડના વિદ્યાર્થી માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવા જઇ રહી છે અને સેમીનારના વક્તા તરીકે અદભુત વ્યક્તિત્વ ધરાવતા અને વિદ્યાર્થીઓના માર્ગદર્શક અને પ્રેરણાત્મક એવા સંજય રાવલ વિદ્યાર્થીઓનું દીશાસુચન કરશે.યોગ્ય કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેમના મુખ્ય રસના ક્ષેત્રો, યોગ્યતાઓ અને વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે.કારકિર્દી માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેમની શક્તિઓ અને નબળાઈઓ વચ્ચેનો તફાવત પારખવા માટે સશકત કરશે.તદુપરાંત સૌથી અગત્યનું કે તેઓ યોગ્ય કારકિર્દીનો માર્ગ પસંદ કરે તે પહેલાં વિદ્યાર્થીઓ બહુવિધ કારકિર્દીના વિકલ્પો શોધવાની મંજૂરી આપશે.વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ જેમનો જીવન મંત્ર છે એવા શૈલેષભાઇ કલોલા કે જેઓ એલિટ ગ્રુપના પ્રેસિડેન્ટ છે તેમને આ સેમીનારનું આયોજન માત્રને માત્ર મોરબીના વિદ્યાર્થીઓને સાચું કેળવણીલક્ષી માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશથી કરેલું છે.તેમના આ ઉદ્દેશ્યને પણ બિરદાવો ઘટે.
સેમિનારમાં આવવા રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને નામ નોંધણી કરાવવાની રહેશે.
https://eliteeducationalinstitute.org/cgs
