મોરબીમાં પીજીવીસીએલ દ્રારા બુધવારે રહેશે સ્ટેગર ડે
SHARE
મોરબીમાં પીજીવીસીએલ દ્રારા બુધવારે રહેશે સ્ટેગર ડે
મોરબી પીજીવીસીએલ દ્રારા જિલ્લાના ઔદ્યોગિક વીજ ગ્રાહકોને ખાસ યાદીમાં જણાવાયેલ છે કે, સમગ્ર રાજ્યના ઔદ્યોગિક એકમોમાં કોઇપણ જાતનો વીજ કાપ કે લોડ શેડીંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા પાડવામાં આવે છે.જેને કારણે રવિવારના દિવસે ઔધોગિક વીજ માંગમાં ઘટાડો નોંધાય છે. જયારે અઠવાડિયાના અન્ય દિવસોમાં વીજ માંગમાં વધારો જોવા મળે છે. પરંતુ રાજ્યના બિન સતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી., એલ.ટી ઔધોગિક એકમો હોય તેમના માટે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લામાં બુધવારને સ્ટેગર ડે (અઠવાડિક રજા) તરીકે નક્કી કરવામાં આવેલ છે.જેથી કરીને સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદ થાય. આમ, ઉપરોક્ત બાબતે જણાવવાનું કે, મોરબી જિલ્લા ના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ કે લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને અવિરતપણે અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે.
તા.૧૦ એપ્રિલ જળ સંસાધન દિવસનાં સ્પર્ધા યોજાશે
ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં આગામી તા.૧૦ મી એપ્રીલ એટલે કે “જળ સંસાધન દિવસ” નાં અનુસંધાને ઘર બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.આપણા જીવનનું અસ્તિત્વ જળ પર આધારિત છે. જીવન માટે આવશ્યક પાંચં તત્ત્વો પૈકીનું એક જળ. એટલે જ કહેવાય છે કે, ‘જળ એ જ જીવન’ જળએ પ્રાકૃતિક સ્ત્રોત છે.ભારત કૃષિપ્રધાન દેશ છે.કૃષિનો મુખ્ય આધાર પાણીની મબલકતા પર છે.કહેવાય છે કે ‘ખેડ-ખાતરને પાણી તેની કિંમત લાવે તાણી.’ ખેડૂતની આર્થિક સ્થિતિ પણ જળસ્ત્રોત પર નભે છે.ત્યારે જળ સંસાધન દિવસે કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબ ઘરે બેઠાં વિડીયો બનાવીને મોકલવાનો રહેશે અને કેટેગરીની યાદી પણ એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇ એક જ નંબર ઉપરથી મળી રહેશે.









