તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો


SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક યુનિટમાં મજૂરીકામ કરતાં અને મુળ થાન પંથકના પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી સગીરા સાથે 'સંબંધ' બાંધનાર આરોપીને બી ડિવિજન પોલીસે પકડી પાડીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ થાન પંથકના વતની અને હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કારખાનામાં રહીને મજૂરીકામ કરતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે શૈલેષ દિનેશ સોલંકી (ઉમર ૨૩) હાલ રહે.નીચી માંડલ તા.જી.મોરબી મૂળ રહે.ચોબારી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો અપહરણ કરી ગયેલ અને ભોગ બનેલ સગીરાના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીઆઇ પી.એ.દેકાવાડીયાએ કલમ ૩૬૩, ૩૬૬ અને પોકસો એકટની કલમ ૧૮ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી દરન્યાનમાં સગીરા અને આરોપી શૈલેષ સોલંકી મળી આવતા સગીરાના મેડીકલ પરિક્ષણમાં તેણી સાથે 'ગેરવર્તન' થયુ હોવાનું સામે આવતા તે બાબતે બળાત્કારની કલમો ઉમેરીને હાલમાં કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)જે-એન, ૩૭૬(૩) તેમજ પોકસોની કલમ હેઠળ આરોપી શૈલેષ દિનેશ સોલંકીની ધરપકડ કરવમાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ઇમરાન અબ્દુલ લંઘા નામના યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી આ વિસ્તારના બીટ જમાદાર વશરામભાઈ મેતાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તે રીતે જ મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગર નજીક આરકલી વિસ્તારમાં રહેતા રમેશગીરી જીવણગિરિ બાવાજી નામના ૪૫ વર્ષીય યુવાને પણ ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હોય તેને પણ સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ચામુંડાનગર વિસ્તારમાં રહેતા વિરમ અમૃતભાઈ સાગઠીયા નામના ૩૦ વર્ષીય યુવાને તેના ઘેર ડીટીપી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગરે આગળની તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.




Latest News