હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા નજીકથી અજાણ્યા સાધુનો મૃતદેહ મળ્યો


SHARE





મોરબીના ઢુવા નજીકથી અજાણ્યા સાધુનો મૃતદેહ મળ્યો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા ઢુવા ગામે પુલ નીચેથી આશરે પચાસેક વર્ષીય અજાણ્યા સાધુનો મૃતદેહ મળી આવ્યો હોય પોલીસે મૃતકના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલા તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે પુલ નીચેથી બેભાન હાલતમાં આશરે પચાસેક વર્ષીય સાધુના કપડા પહેરેલ હાલતમાં આધેડ મળી આવતા તેમને ૧૦૮ વડે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના તબીબે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા.હાલમાં ભગવા કલરના સાધુ જેવા કપડાં પહેરેલા અજાણ્યા પચાસેક વર્ષિય મૃતક આધેડની ઓળખ થયેલ ન હોય મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે.અજાણ્યા આધેડનું કુદરતી મોત નીપજ્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.જોકે મૃતકની ઓળખ થઇ શકે તેવી કોઈપણ માહિતી હાલ તેઓની પાસેથી મળી ન હોય માત્ર શરીરે સફેદ કોઢના નિશાન વાળા અજાણ્યા આશરે પચાસેક વર્ષિય આધેડનો ભગવા કલરના સાધુ જેવા કપડા પહેરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય હાલ મૃતકના વાલીવારસોની માટે વાંકાનેર તાલુકા પોલીસ મથકના જે.જી.ઝાલાએ શોધખોળ હાથ ધરી છે અને તેઓએ ફોટામાં દેખાતી વ્યક્તિને કોઈ ઓળખતું હોય તો તે માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનન અથવા તો તપાસ અધિકારી જે.જી.ઝાલાના મોબાઈલ નંબર ૯૭૨૭૭ ૭૫૭૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં રહેતા એઝાઝ દિલાવરભાઈ ખોખર નામના ૨૪ વર્ષીય યુવાને અહિંની વીસી હાઇસ્કુલ નજીક કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના ખેવાળીયા ગામના સુરેશભાઈ મૂળજીભાઈ શેરસીયા નામના ૫૦ વર્ષીય આધેળ બાઈકમાં જતા હતા ત્યારે ગામ નજીક તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત સુરેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કચ્છના ભુજ નજીકના રાપર ગામના રહેવાસી પ્રવીણભાઈ સાદુળભાઈ કોળી નામના ૩૬ વર્ષીય યુવાનને રાપર ગામે બાઈક લઈને જતા સમયે બાઈક આડે કુતરુ આડુ ઉતરતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઈજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના રહેવાસી ઠાકરશીભાઈ ખીમજીભાઈ અઘારા નામના ૫૧ વર્ષીય આધેળ સરદારબાગ પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે તેમના બાઇકને કોઈ કાર ચાલકે હડફેટે લેતા ઠાકરશીભાઈ અઘારાને સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.




Latest News