પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ નજીકનો બનાવ : પૈસાની ઉઘરાણી કરી યુવાન ઉપર ધોકા વડે હુમલો


SHARE









મોરબીના બાયપાસ નજીકનો બનાવ : પૈસાની ઉઘરાણી કરી યુવાન ઉપર ધોકા વડે હુમલો

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જ્યાં યુવાન ઉપર "કાળીબેનને આપવાના રૂપિયા આપી દેજે" તેમ કહીને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોય ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ નજીક આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સહદેવ દેવશીભાઈ સોલંકી નામના ૪૨ વર્ષીય યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોય તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તેણે સાહિલ તથા તેનો ભાઈ એમ બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે પાપાજી ફનવર્લ્ડ પાસેથી જતો હતો ત્યારે ત્યાં તેની પાસે સાહિલ અને સાહીલનો ભાઈ આવ્યા હતા અને "કાળીબેનને તારે જે રૂપિયા આપવાના થાય છે તે આપી દેજે" તેમ કહીને ઝઘડો કર્યો હતો.પૈસાની ઉઘરાણીની વાતમાં ઝઘડો કરી રહેલા બંને ઇસમોને સહદેવભાઇએ ઝઘડો કરવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઇનો બંનેએ લાકડાના ધોકા વડે સહદેવભાઇની ઉપર હુમલો કર્યો હતો.લાકડાના ધોકા વડે તેમને માથા તથા હાથે-પગે મુઠ માર મારવામાં આવ્યો હતો જેથી હાલ ભોગ બનેલા સહદેવભાઈ સોલંકીની ફરિયાદ ઉપરથી પીએસઆઇ એ.એ.જાડેજાએ સાહિલ અને તેના ભાઇ વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામના રહેવાસી સવિતાબેન કરસનભાઈ નામના ૬૯ વર્ષીય વૃદ્ધા પોતાના પુત્રના બાઈકમાં બેસીને મોરબી આવ્યા હતા અને તેઓ જ્યારે પરત ભડીયાદ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સામાકાંઠે આવેલ પોસ્ટ ઓફિસ નજીક તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા સવિતાબેનને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના બેલા (આમરણ) ગામનો રહેવાસી રવિ પ્રવીણભાઈ સોલંકી નામનો ૨૮ વર્ષીય યુવાન ગામ નજીકથી બાઇકમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતાં ઈજાગ્રસ્ત થયેલા રવિ સોલંકીને સારવાર માટે ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા પ્રાણજીવનભાઈ ખીમાભાઈ પંસારા જાતે દેવીપુજક નામના ૫૧ વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર વી.ડી.મેતાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News