વાંકાનેરના ગારિયા ગામે ખેતરમાંથી ૯ બોટલ દારૂ-૧૯૨ બીયર સાથે એક પકડાયો
માળીયા (મિ)ના જુના ઘાટીલામાં જાત જલાવી લેનાર વૃધ્ધાનું સારવારમાં મોત
SHARE









માળીયા (મિ)ના જુના ઘાટીલામાં જાત જલાવી લેનાર વૃધ્ધાનું સારવારમાં મોત
માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા વૃધ્ધાએ પોતાના શરીર ઉપર ડીઝલ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હોય આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા ચંદુભાઈ ગાંડુભાઈ વિડ્જાના ઘરની અંદર તેઓના પત્ની લાભુબેન (ઉંમર ૭૦)એ તા. ૨૧/૩/૨૨ ના રોજ સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીર ઉપર ડીઝલ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલા લાભુબેનને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા લાભુબેનનુ મોત નીપજયું હતું માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
