મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતના પગલે ટ્રાફિક જામ


SHARE









મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતના પગલે ટ્રાફિક જામ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના નાકા સામે હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલર આગળ જતાં વાહનની પાછળ ઘૂસી જતાં પાછળના ટ્રેલરની કેબીનનો કડુસલો બોલી ગયો હતો અને વાહન અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનને હટાવવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી.જેને પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તે રીતે જ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક ટ્રક બંધ પડી જવાના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેના લીધે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અત્રે નોંધનીય છે કે છાશવારે મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ થાય છે અને આજે સવારે પણ મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ઉમિયા સર્કલ નજીક વાહનનો ટ્રાફિક જામ સર્જાયો હતો.તે રીતે જ મોરબીની રવાપર ચોકડી પાસે તેમજ મોરબીના નવલખી ફાટકે નવા બનતા ઓવરબ્રિજ પાસે અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે જેના લીધે લોકોના અમુલ્ય માનવ કલાકો બગડે છે અને ટ્રાફીકજામના પગલે ખૂબ જ કિંમતી પેટ્રોલ-ડીઝલનો લોકોએ ધુમાડો કરવો પડે છે.






Latest News