મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ મેડીકલ કેમ્પમાં ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

મોરબી ખાતે ડૉ.પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ મેડીકલ કેમ્પને કબીર આશ્રમના મહંત શિવરામદાસ બાપુએ ખુલ્લો મુકયો હતો. આ તકે તેમણે ડૉ. પ્રશાંતના ગરીબ દર્દીઓ માટેના જીવન પર્યન્તના વિચારોને સાકાર કરવા તેમના પરિવાર દ્વારા ગરીબ દર્દીઓના રોગનું નિદાન, સારવાર, મફત દવાઓ અને દર્દીઓના ફોલોઅપની કામગીરી કરીને તેમના વિચારને અમર રાખવાનો યથોચિત પ્રયાસ થઈ રહ્યો છે. જેનાં થકી સમાજના ગરીબ દર્દીઓને ભારે મોટી રાહત આવા મેડીકલ કેમ્પો મારફત મળી રહેતી હોય છે. આ મેડીકલ કેમ્પમાં ડૉ.ભાવિન ગામી, ડૉ.હિતેષ કણઝારિયા, ડૉ.સુકાલીન મેરજા, ડૉ.ભૂમિ ભાડેશિયા, ડૉ.ભાવેશ શેરશિયા, ડૉ.કૃપા મેરજા સહિતના ડોક્ટરોએ છ જેટલા વિવિધ રોગના દર્દીઓને તપાસી જરૂરી સારવાર આપી હતી. ડૉ. પ્રશાંત ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલ આ મેડીકલ કેમ્પના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપરાંત ફ્રી મેડિસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ મેડીકલ કેમ્પની સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. જેમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, નગરપાલિકા પ્રમુખ કે.કે.પરમાર, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, શહેર અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઇ વાળા, કાઉન્સિલ જેન્તીભાઈ વીડજા, મંજુલાબેન દેત્રોજા, સીમાબેન સોલંકી, હિનાબેન મહેતા, નરેન્દ્રભાઇ પરમાર, શૈલેષભાઈ માકાસણા, હર્ષદભાઈ કંઝારિયા, આસિફભાઈ ઘાંચી, દેવાભાઈ અવાડીયા, પ્રકાશભાઇ ચભાડ, કલ્પેશભાઈ રવેશીયા, જયંતિભાઈ પડસુંબીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, માળીયા (મિં) તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, સામજિક અગ્રણીઓ મેરુભાઈ કંઝારિયા, રમેશભાઈ રાઠોડ, કાનજીભાઈ ચાવડા, પોપટલાલ કગથરા, ડૉ. મનુભાઇ કૈલા, વિશાલભાઈ કાવર, લાલજીભાઈ હડીયલ, સુભાષભાઈ પડસુંબિયા, વિજયભાઈ સીતાપરા, હસુભાઈ પંડયા, હંસરાજભાઈ પંચોટીયા, બચુભાઈ ગામી, દિનુભાઈ ભોજાણી, સુરેશભાઈ શિંરોહીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કેમ્પનું વ્યવસ્થાપન સન્નીભાઈ મેરજા અને કેશવજીભાઈ ગામી કર્યું હતું




Latest News