મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક નદીમાં કાર ડૂબી જવાથી વૃદ્ધાનું મોત: ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી) નજીક નદીમાં કાર ડૂબી જવાથી વૃદ્ધાનું મોત: ગુનો નોંધાયો

માળીયા મીયાણા નજીક મચ્છુ નદીમાં આવેલ બેઠા પુલ પરથી પસાર થતી ઇકો ગાડી પાણીમાં પડી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા મુસાફરો પૈકી ૬૦ વર્ષના વૃદ્ધનું પાણીમાં ઇકો ગાડી સાથે ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું જો કે, અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા હાલમાં ઈકો ગાડીના ચાલકની સામે મૃતક મહિલાના દીકરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારામાં આશાબાપીરની દરગાહ પાસે કલ્યાણપુર રોડ ઉપર રહેતા મહેબુબભાઇ નુરમામદભાઈ કાજી (ઉંમર ૪૨) એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે ૩૬ બી ૫૫૩૨ ના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે માળીયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીના બેઠા પુલ પરથી કાર ચાલક પોતાની ગાડી લઈને જતો હતો ત્યારે બેફિકરાઈથી પોતાની ગાડી ચલાવી હતી જેથી કરીને ગાડી નીચે પાણીમાં પડી ગઈ હતી અને ત્યારે ગાડીમાં બેઠેલા અન્ય મુસાફરોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા જોકે ફરિયાદીના માતા હાલીમાબેન નુરમામદભાઈ કાજી (ઉંમર ૬૦) ઇકો ગાડીની સાથે પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું હાલમાં મૃતક મહિલાના દિકરાની ફરિયાદ લઈને પોલીસે કારનો ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે








Latest News