માળીયા (મી) નજીક નદીમાં કાર ડૂબી જવાથી વૃદ્ધાનું મોત: ગુનો નોંધાયો
માળીયા (મિ)ના સોનગઢ પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં એકનું મોત
SHARE
માળીયા (મિ)ના સોનગઢ પાસે ટ્રકની પાછળ ટ્રક અથડાતાં એકનું મોત
માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામના પાટિયા પાસેથી માળીયા તરફ અવધ હોટલ બાજુ જવાના રસ્તા ઉપર ટ્રક ચાલક પોતાનું વાહન લઈને જતો હતો ત્યારે પાછળના ભાગેથી અન્ય ટ્રકચાલકે તેનું વાહન તેના ટ્રકમાં પાછળથી અથડાવ્યું હતું જેથી પાછળથી આવી રહેલી ટ્રકના ચાલકને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના રહેવાસી જીતેન્દ્રકુમાર કૈલાશચાંદ શર્મા જાતે બ્રાહ્મણ (ઉંમર ૩૫) એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર પિબી ૦૪ એબી ૭૫૮૦ ના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ટ્રક ચાલક પાછળથી આવી રહ્યો હતો અને તેણે તેના ટ્રક નંબર આરજે ૫૨ જીએ ૧૯૦૩ ની પાછળના ભાગે ટ્રકને અથડાવ્યો હતો જેથી કરીને વિજેન્દ્રકુમારને હાથે-પગે અને કપાળના ભાગે ઇજાઓ થઇ હતી અને પાછળથી જે ટ્રક અથડાયો હતો તેના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં માળિયા તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે