માળીયા(મી)ના ચાચાવદરડા નજીક જુગાર રમતા પાંચ શખ્સો ૨.૫૯ લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE









માળીયા(મી)ના ચાચાવદરડા નજીક જુગાર રમતા પાંચ શખ્સો ૨.૫૯ લાખના મુદામાલ સાથે પકડાયા
માળીયાના ચાચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨,૫૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
માળીયા મિયાણાં તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે વિશ્વરાજસિંહ ઝાલા તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ચાચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જયંતીભાઇ વાઘજીભાઇ વરસડા (૫૯), કરશનભાઇ જલાભાઇ ભુંડીયા (૩૬), શીવુભા દિલુભા જાડેજા (૪૯), વિરેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા (૩૬) અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (૪૧) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૩૮૫૦૦, અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ અને ડસ્ટર કાર મળીને ૨,૫૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
