મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિરમાં પૂર્વ છાત્ર સંમેલન-૨૦૨૨ માં યોજાયું
માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો
SHARE
માળીયા (મિ)ના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના ગુના પતિ-સાસુનો નિર્દોષ છુટકારો
માળીયા મિયાણા તાલુકાના તરઘરી ગામે પરિણીતાને મરવા મજબૂર કરવાના કેસમાં આરોપીઓની ધરપકડ થયેલ હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં તરઘરી ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે
આ અંગે આરોપી તરફે વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ)ના જણાવ્યા પ્રમાણે ગત તા. ૨૬/૨/૧૭ ના રોજ માળીયા મિયાણા તાલુકાના તરઘડી ગામના મનિષાબેન લાલજીભાઈએ પોતાના ઘેર શરીરે કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરીને આપઘાત કરેલ હતો જેથી મનિષાબેનની માતાએ તેના પતિ છગન ઉર્ફે ભાવેશ કાનજીભાઈ ચૌહાણ તથા મનિષાબેનના સાસુ વિજયાબેન સામે માળીયામીયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે આઈપીસી કલમ ૪૯૮, ૩૦૬, ૧૧૪ મુજબ ફરિયાદ લઇ અને તપાસ આદરી હતી અને તપાસના અંતે માળીયામીયાણા પોલીસ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું હતું અને મનિષાબેનને મરણોન્મુખ નિવેદનમાં પતિ તથા સાસુનાં ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું જે કેસ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી. ઓઝાની કોર્ટમાં ચાલી જતાં આરોપી છગનભાઈ તથા વિજયાબેન તરફે વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ) તેમજ મહેનાજબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા ચુકાદાઓ અને ધારદાર દલીલોને ધ્યાને લઇને કોર્ટે બંને આરોપીઓનો નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો આ કેસમાં આરોપીઓ તરફેથી મોરબીના જાણીતા એડવોકેટ મનીષભાઈ ઓઝા અને મહેનાજબેન પરમાર રોકાયેલા હતા