મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
માળીયા (મીં) નજીક ઓનેસ્ટ હોટલ પાસે રિક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા બાળકનું મોત : બે મહિલા સહિત ત્રણને ઇજા
SHARE
માળીયા (મીં) નજીક ઓનેસ્ટ હોટલ પાસે રિક્ષાને ટ્રક ચાલકે હડફેટે લેતા બાળકનું મોત : બે મહિલા સહિત ત્રણને ઇજા
મોરબી-કંડલા હાઈવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસે રિક્ષાને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લીધી હતી જેથી કરીને રિક્ષાચાલકને તેમજ તેમાં બેઠેલા બે મહિલા મુસાફરોને ઈજા થઈ હતી અને રિક્ષામાં બેઠેલા નાગડાવાસ ગામના એક બાળકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું છે.હાલમાં રિક્ષા ચાલકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના હરિપર ગામે રહેતા ગણેશભાઇ મહાદેવભાઈ ચાવડા જાતે કોળી (ઉંમર ૩૨) એ હાલમાં ટ્રક નં. આરજે ૧૦ જીએ ૭૩૩૮ ના ચાલકની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી કંડલા હાઈવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી તે પોતાની રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૫૯૫૬ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની રીક્ષાને પાછળના ભાગેથી ઉપરોકત નંબરના ટ્રક ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને તેઓને તેમજ રિક્ષામાં બેઠેલા મુસાફર ભાનુબેન બીજલભાઇ ભરવાડ (૫૬) અને જશીબેન માત્રાભાઇ લાંબરીયા (૨૦) ને નાના મોટી ઈજાઓ થઈ હતી અને રીક્ષામાં બેઠેલ નવઘણભાઈ માત્રાભાઈ લાંબરીયા (ઉંમર ૧૫) નામના નાગડાવસ ગામે રહેતા બાળકને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું.હાલમાં અકસ્માતનાં આ બનાવમાં રિક્ષા ચાલકની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વૃદ્ધ સારવારમાં
મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઇ રવજીભાઈ ચારોલા નામના ૬૪ વર્ષીય વૃદ્ધ જુના બસ સ્ટેશન પાસે બસમાં ચડતા હતા તે સમયે તેમનો પગ લપસી જતાં પડી ગયા હતા જેથી કરીને ઇજાઓ થતાં મહેશભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતો રવિ લધુભાઈ દેવીપુજક નામનો સાત વર્ષનો બાળક રેલ્વે સ્ટેશન રોડ ઉપર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે તેને કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતાં ઇજાગ્રત રવિ દેવીપુજક નામના સાત વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા રતનપર ગામના રહેવાસી સામુબેન ડાયાભાઈ ડોડીયા નામની ૪૦ વર્ષીય મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રતનપર ગામ પાસે તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા સામુબેનને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.