ટંકારામાં પાટીદાર સમાજના દશમાં સમુહલગ્ન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1651071092.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ટંકારામાં પાટીદાર સમાજના દશમાં સમુહલગ્ન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
ટંકારા પાટીદાર સમાજનો દશમો સમુહ લગ્ન, પાટીદાર સમાજ ભવનનુ લોકાર્પણ અને દાતાના સન્માનનો કાર્યક્ર્મ અખાત્રીજના દિવસે યોજાશે. ત્યારે સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સહિતના લોકોની હાજરીમાં ૧૧ દંપતિ પ્રભુતામાં પગલાં માંડશે જેથી કરીને આ કાર્યક્ર્મની હાલમાં તૈયારીઑ કરવામાં આવી રહી છે
આગામી તા ૩-૫ ને મંગળવારે અખાત્રીજના દિવસે પાટીદાર સમાજનો દશમો શાહી સમુહ લગ્નોત્સવ, ટંકારા પાટીદાર સમાજ ભવનનુ લોકાર્પણ અને દાતાનું સન્માન એમ ત્રિવિધ કાર્યક્રમ ઉજવાવવા જઈ રહ્યો છે ત્યારે પૂર્વ તૈયારીનો ધમધમાટ તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આ શાહી સમુહ લગ્નોત્સવમાં ૧૧ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઇ રહ્યા છે. જેને કરીયાવર ભેટ તરીકે સોનુ ચાંદી વાસણ ફર્નિચર થી લઈને ધાર્મિક પુસ્તકો સહિત ૬૫ જેટલી વસ્તુ આપવામાં આવશે. લગ્નોત્સવ દરમ્યાન રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ જેવી વિવિધ થીમ રજૂ થશે આ શુભ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. બગથળા નકલંક ધામ આશ્રમના મહંત દામજીભગત નવ યુગલોને આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહશે.
છેલ્લા ૯ વરસથી આયોજિત થતા શાહી સમૂહલગ્ન ઓરપેટ કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાતો હતો ત્યારે ગયા વર્ષેમા તૈયાર થયેલ ટંકારા પાટીદાર સમાજ ભવન જે કલ્યાણપર રોડ ઉપર નવ નિર્માણ કરવામાં આવ્યું છે તેનુ લોકાર્પણ કરી આ દશમો લગ્નોત્સવ અહી યોજવામાં આવશે. ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદભાઇ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ઘોડાસરા, પ્રમુખ હીરાભાઈ ફેફર, ઉપપ્રમુખ દિપકભાઈ સુરાણી, વલ્લભભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચીકાણી, ડાયાલાલ બારૈયા, કેશુભાઈ જીવાણી, વિનોદભાઈ સુરાણી, વાત્સલ્ય મનીપરા સહિતની સમગ્ર ટિમ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ કમિટી પણ બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમુહ લગ્ન શાહી ઠાઠમાઠ સાથે યોજાતો હોય પાટીદાર સમાજ સિવાય પણ શહેરના નાગરીકો સહ પરિવાર સાથે લગ્નો માણવા ઉપસ્થિત રહે છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)