વાંકાનેર કેરાળા ગામે મધમાખી કરડતા સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત
માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ
SHARE
માળીયા (મિ)ના બગસરા ગામે પુરતા પ્રમાણમાં પાણી આપવા નવી લાઇન, સંપ અને ટાંકી બનાવવાની સરપંચે કરી માંગ
માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર લોકોને મળે તે માટે નવી લાઈન નાખવા, નવો પાણીનો સંપ અને પાણીની ઊંચી ટાંકી બનાવવા માટે ગામના મહિલા સરપંચ દ્વારા હાલમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીને રજૂઆત કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા (મી) તાલુકાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા હાલમાં મોરબી જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે બગસરા ગામે પીવાના પાણીની નવી પાઇપ લાઇન નાનભેલા થી ભાવપર બાયપાસ અથવા કોઈ અન્ય નવી લાઈન ડાયરેક્ટ પાણી પહોંચે તે રીતે નાખવામાં આવે તે જરૂરી છે કારણ કે બગસરા ગામે હાલમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી અને લોકોને પાણી માટે હેરાન થવું પડે છે
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, વર્ષો પહેલાં ગામની અંદર સંપ અને પાણીનો ઊંચો ટાંકો બનાવ્યો હતો જે હાલમાં જર્જરિત હાલતમાં છે તે જગ્યા ઉપર નવો પાણીનો ટાંકો અને સંપ બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભાવપર ગામના નાલા પાસે હાલની પાણીની લાઇન લીકેજ હોવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થાય છે અને લોકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં અને સમયસર મળતું નથી જેથી તાત્કાલિક ગામના લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે વધુમાં એવું પણ જણાવ્યું છે કે જો ગ્રામ પંચાયતએ કોઈ લોકફાળો ભરવાનો થતો હોય તો તે ભરવા માટે પણ ગામના લોકો તૈયાર છે પરંતુ ગામમાં ઊંચી પાણીની ટાંકી, સંપ અને નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી લાગણી અને માગણી ગ્રામજનો વતી સરપંચએ વ્યક્ત કરેલ છે