કોંગ્રેસનાં ઓબીસી સંમેલન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજાઇ
SHARE









કોંગ્રેસનાં ઓબીસી સંમેલન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજાઇ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઓબીસી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઓબીસી સંમેલન અંગે મોરબી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, પ્રદેશ ઉપપ્રમુખ ઓબીસી લખમણભાઈ કંજરીયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ આહીર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુબીયા, રાણાભાઈ ડાંગર, રાજુભાઈ કાવર, રમેશભાઈ જારીયા, મનસુખભાઈ વાઘેલા, ભરતભાઈ કુંભરવાડિયા, મુકેશભાઈ, હિતેશભાઈ, લખુભા ગઢવી, નિલેશભાઈ, જીલુભાઈ, પ્રભુભાઈ, ઘનશ્યામભાઈ, દલસુખભાઈ તેમજ ઓબીસી હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
