કોંગ્રેસનાં ઓબીસી સંમેલન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજાઇ
મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત
SHARE









મોરબીના શાપર ગામની સીમમાં પરિણીત પ્રેમીપંખીડાએ કર્યો સજોડે આપઘાત
મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં જસમત ગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પ્રેમીપંખીડાએ સજોડે ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો માટે તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામની સીમમાં જસમત ગામ તરફ જવાના રસ્તા ઉપર લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને પરિણીત પ્રેમીપંખીડાએ આપઘાત કરી લીધો હતો જેથી યુવક અને યુવતીના મૃતદેહને ત્યાંથી ઉતારીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શાપર ગામની સીમમાં નવઘણભાઈ હરખાભાઇ પાંચિયા (ઉંમર ૨૪) અને ગીતાબેન અમરાભાઇ ભૂંડીયા (ઉંમર ૨૦) એ લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઈને આપઘાટા કરી લીધેલ છે અને વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવક અને યુવતીના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અને ત્યારબાદ તે બંનેએ સજોડે આપઘાત કરેલો હોય આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાની ચર્ચા થઈ રહી છે
