મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

સોશ્યલ મીડિયાની આડઅસર: મોરબીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું અને પૈસા પણ પડાવ્યા !: ત્રણ સામે ફરિયાદ


SHARE

















સોશ્યલ મીડિયાની આડઅસર: મોરબીમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું અને પૈસા પણ પડાવ્યા !: ત્રણ સામે ફરિયાદ

મોરબીના સોશ્યલ મીડિયામાં મેસેજ કરવા બાબતે માથાકૂટ, મારા મારી અને ફરિયાદ સહિતના બનાવો અગાઉ સામે આવ્યા છે તો પણ લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં સતર્કતા નાથી રાખતા તે હકકિત છે તેવામાં મોરબીના પોષ વિસ્તારમાં રહેતી સગીરા સાથે સોશ્યલ મીડિયા મારફતે સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી અને તેની  સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું આટલું જ નહીં પરંતુ તેની પાસેથી પૈસા પણ પડાવવામાં આવ્યા હતા હાલમાં આ બનાવમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાં ઇન્સટાગ્રામ ઉપર સ્ટોરી મૂકવાની વાતમાં યુવાનનું અપહરણ કરીને માર મારવો ત એ સહિતના અનેક લોકો માટે લાલબતી સમાન કિસ્સાઓ  સામે આવી ગયા છે તેવામાં મોરબીના પોશ વિસ્તારમાં રહેતી સગીરાનો ઇન્સટાગ્રામના મધ્યમથી સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લેવાં આવ્યા હતા અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી તેમજ આરોપીના મિત્રો સાથે પણ મીત્રતા રાખવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે તેની પાસે રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા આમ સગીરાનું શારીરિક શોષણ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને રૂપિયા પડાવવામાં આવ્યા હતા જેથી સગીરાએ ત્રણ શખ્સોની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 




Latest News