વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હવે હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામેથી ત્રણ લાખની કિંમતની બોલેરોની ચોરી


SHARE









હવે હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામેથી ત્રણ લાખની કિંમતની બોલેરોની ચોરી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ચોરીના બનાવો રોકવા માટે થઈને લાખ પ્રયત્નો કરવામાં આવે છે તેમ છતાં પણ ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહી છે જેથી કરીને સ્થાનિક લોકોની તેમજ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી તેવામાં હળવદના સરા રોડ ઉપર આવેલ ફોરેસ્ટ ઓફિસ સામે શિવએગ્રોની દુકાનની બાજુમાં પાર્ક કરવામાં આવેલ બોલેરોની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ત્રણ લાખ રૂપિયાની કિંમતની બોલેરો પીકપ ગાડીની ચોરી થઇ હોવા અંગેની ફરિયાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

છેલ્લા ઘણા દિવસોથી હળવદના જુદાજુદા વિસ્તારોની અંદર ચોરીની ઘટનાઓને તસ્કરો દ્વારા અંજામ આપવામાં આવી રહ્યા છે અને રોકડ, સોના ચાંદીના દાગીના સહિત જે વસ્તુ હાથમાં આવે તેની ચોરી કરવામાં આવી રહી છે જેથી સ્થાનિક લોકો રાત ઉજાગરા કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ પેટ્રોલીંગ કરવામાં આવી છે તેમ છતાં પણ સતત ચોરીના બનાવો સામે આવ્યા છે તેવામાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા જયેશભાઈ મગનભાઈ માલાસણા જાતે પટેલ (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૨/૬ ના સવારના ૮ થી ૪ સુધી તેઓએ સરા રોડ ઉપર ફોરેસ્ટ ઓફિસ સામે આવેલ શિવ એગ્રો નામની દુકાનની બાજુના પ્લોટમાં તેઓની બોલેરો ગાડી નંબર જીજે ૧૩ વી ૫૧૯૫ પાર્ક કરીને મૂકી હતી જેને કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં તેઓએ પોતાની 3 લાખ રૂપિયાની બોલેરો ગાડી ચોરાઈ હોવા અંગેની અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામે રહેતા ભીમજીભાઇ કરશનભાઇ ચાવડા (ઉંમર ૪૦) ને વિરપરથી આગળના ભાગમાં આવેલ ગ્રીનલેન્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ભીમજીભાઇ ચાવડાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News