મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત


SHARE







મોરબીની અવની ચોકડી પાસે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત

 મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ તુલીત એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને થતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ અને શનાલા રોડની વચ્ચે આવેલ અવની ચોકડી પાસે તુલિત એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી રામવિલાસ રામનરેશભાઈ ચૌહાણ (ઉંમર ૩૫) રહે ગાયત્રી નગર શેરી નંબર-૪ વાવડી રોડ વાળો નીચે પડ્યો હતો જેથી કરીને મજૂર યુવાનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન પીઓપીનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાટ તેનું મોત નીપજયું હતું 

એક બોટલ દારૂ 

મોરબી શહેરના રવાપર રોડ ઉપર નિલકંઠ સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતના દારૂ સાથે તેજાભાઈ કરસનભાઈ સુંદરિયા જાતે બ્રાહ્મણ (ઉમર વર્ષ ૩૭) રહે. નવલખી રોડ કુબેર નગર શેરી નંબર-૨ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News