વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ગુપ્તી વડે હુમલો


SHARE









હળવદના ચરાડવામાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર ગુપ્તી વડે હુમલો

હળવદ તાલુકાના ચરાડવા ગામે એસ.ટી.ના બસ સ્ટોપ પાસે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાનને ગાળો આપી હતી અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુપ્તી વડે હુમલો કર્યો હતો અને યુવાનને સાથળ તેમજ પેટના ભાગે ઇજાઓ કરી હતી અને શરીરે નાના મોટી ઇજાઓ કરેલ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે જૂનાવાસમાં રહેતા ભરતભાઈ ચતુરભાઈ સોલંકી (ઉંમર ૩૧)એ હાલમાં ચરાડવા ગામે રહેતા સુરેશભાઈ બાબુભાઈ સોલંકીની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ થયેલા ઝઘડાનું મનદુખ રાખીને સુરેશભાઈ બાબુભાઈ સોલંકીએ બસ સ્ટેન્ડ પાસે તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ સુરેશભાઈ સોલંકીએ તેની પાસે રહેલ ગુપ્તી વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને સાથળ તેમજ પેટના ભાગે ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત ભરતભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભરતભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) અને જીપી એક્ટ કલમ ૧૩૫  મુજબ ગુનો નોંધીને આરોપીની સુરેશ સોલંકીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News