ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની વરણી
મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ
SHARE









મોરબીના માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરાઇ
મોરબીની પંચાસર રોડ નિલકંઠ સર્કલ પાસે આવેલ માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના આર્થિક સહયોગથી ગેસ આધારિત સ્મશાનની ભઠ્ઠી કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ ભઠ્ઠીને કાર્યરત કરી દેવામાં આવી છે
મોરબીના માધાપરવાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ કણજારીયા તેમજ મંત્રી વાલજીભાઈ પરમારે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે લાકડા આધારિત સ્મશાન ગૃહ ચાલુ છે જેમાં જુદાજુદા વાડી વિસ્તારની અંદર રહેતા લોકો તેમજ નાની વાવડી ગામ અને સનાલાના સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો અવસાન પામે તો તેની અંતિમક્રિયા માટે તેના સ્વજનો આવતા હોય છે જેથી કરીને આ સ્મશાન ગૃહ ગેસભઠ્ઠી આધારિત થાય તેના માટે સમાજનો આર્થિક સહયોગ લેવામાં આવેલ હતો અને કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને ગેસની ભઠ્ઠી મુકવા માટેના બાંધકામ પુરુ થતા તા. 21/6 થી માધાપરવાડી સોનાપુરી સ્મશાન ખાતે સમાજના દાતાઓ તરફથી સહકાર હતો જેથી ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત કરવામાં આવી છે
