વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં
SHARE







મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં
મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં ૧૩૬ એમએમ નોંધાયો છે જો કે, મોરબી તાલુકામાં સૌથી ઓછો ૬૬ એમએમ વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ મોરબીની નજીકમાં આવેલ મચ્છુ-૩ ડેમ ૯૨ ટકા ભરાઈ ગયો હોવાથી હાલમાં સિચાઈ વિભાગ દ્વારા ૧૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લામાં હજુ મેઘરાજ ટેસ્ટ મેચ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જુદાજુદા વિસ્તરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં પાંચ તાલુકામાથી એક માત્ર ટંકારામાં ૧૪ એમએમ વરસાદ નોંધાયો છે જો કે, ચાલુ સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમા જે વરસાદ પડ્યો છે તેમાં વાંકાનેર ૧૩૬ એમએમ, ટંકારા ૯૯ એમએમ, માળીયા ૮૩ એમએમ, હળવદ ૭૮ એમએમ અને મોરબીમાં ૬૬ એમએમ વરસાદ થયો છે
મોરબી નજીક આવેલા મચ્છુ-૩ ડેમ હાલમાં ૯૨ ટકા ભરાયેલો છે જેથી કરીને એક સારો વરસાદ પડતની સાથે જ ડેમના દરવાજા ખોલીને વરસાદી પાણી નદીમાં ગમે ત્યારે છોડવામાં આવે તેમ છે જેથી ડેમની નીચેના ભાગમાં આવતા ૧૫ થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે જે ગામોને એલર્ટ કરેલ છે તેમાં ગોર ખીજડિયા, વનાળિયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા, અમરેલી, ધરમપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
