વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
SHARE







વાંકાનેરના કુંભારપરામાં જુગાર રમતા ચાર શખ્સો ૧૯,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
વાંકાનેરના કુંભારપરામાં આવેલ રામાપીરના મંદીર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી
વાંકાનેર પોલીસ સ્ટેશનના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાને સંયુકત હકીકત મળેલ હતી કે કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક ઇસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે નવઘણભાઈ વજાભાઈ શામળ જાતે રબારી ઉ.૩૫, લાલજીભાઈ બાબુભાઇ સારદીયા જાતે કોળી ઉ.૩૫, રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા જાતે કોળી ઉ.૪૨ અને અનીલભાઈ નરશીભાઈ તાવીયા જાતે કોળી ઉ.૩૯ રહે. બધા જ કુંભારપરા વાળાની પોલીસે રોકડા રૂપીયા ૧૯૫૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી છે અને આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકીએ કરી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
