મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન
SHARE
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકાનું દુઃખદ અવસાન
મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણ ડીડીઓ રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે
સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી માળીયા તાલુકામાં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે લેવાતું હતું માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ૧૯૯૪ માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું હતું અને તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી આવેલ હતા અને ખેડૂતોને રોઝના ત્રાસમાંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાનથી મોરબી પંથકે એક સેવાભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડીડીઓ રમેશ મેરજા જોડાયા હતા.