મોરબીના રફાળેશ્વર નજીક હોટલમાં દારૂનો વેપલો પકડાયો, દારૂ-બિયરની ૧૦૯ બોટલ સાથે ત્રણ પકડાયા
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1626239153.webp)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના રફાળેશ્વર નજીક હોટલમાં દારૂનો વેપલો પકડાયો, દારૂ-બિયરની ૧૦૯ બોટલ સાથે ત્રણ પકડાયા
મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે જીઆઇડીસી નજીક હોટલમાં દારૂનો વેપલો ચાલતો હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી જે દરમિયાનમાં રાજસ્થાનથી આવતા ટ્રક ચાલક-કલીનર દ્વારા રાજસ્થાનથી દારૂનો જથ્થો મોરબીની હોટલમાં ઠાલવવામાં આવતો હતો અને અહીંથી દારૂનો વેપલો થતો હોય હાલમાં મોરબી તાલુકા પોલીસે દારૂ-બિયરની ૧૦૯ બોટલ તથા ટ્રક મળીને રૂા.૧૨.૩૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણને દબોચી લીધા છે.
મોરબી તાલુકા પીઆઇ ગોઢાણિયાના તેમજ પીએસઆઇ જેઠવાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગ અને વોચમાં હતો તે દરમિયાનમાં સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. સ્ટાફને બાતમી મળી હતી કે મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી નજીકની રામદેવ એન્ડ બીશ્નોઇ હોટલમાં રાજસ્થાનથી દારૂ મંગાવીને વેચાણ કરવામાં આવે છે. જેથી તાલુકા પોલીસે ગોઠવેલી વોચ દરમ્યાન મળી આવેલ ટ્રેલર નંબર આરજે ૧૯ જીએફ ૭૯૧૪ ને અટકાવીને તેની તલાશી લેવામાં આવતા ટ્રકમાં બનાવાયેલ ચોરખાનામાંથી જુદી-જુદી બ્રાન્ડની રૂપિયા ૨૯,૪૪૦ ની કિંમતની વિદેશી દારૂની ૬૪ બોટલો તથા બીયરના ૪૫ ટીન કિંમત રૂપિયા ૪૫૦૦ નો દારૂ-બીયરનો જથ્થો મળી આવતા હાલમાં પોલીસે રૂા.૩૩,૯૪૦ નો દારૂ-બીયરનો જથ્થો અને રૂા.૧૨ લાખનો ટ્રક મળી રૂા.૧૨,૩૩,૯૪૦ ના મુદ્દામાલ સાથે શ્રવણરામ બાબુરામ જાંબુ બીશ્નોઇ (૩૮) રહે.કાનાવાસિધા બીલાડ જોધપુર રાજસ્થાન, હનુમાનરામ કાનારામ જાખડ બીશ્નોઇ (૩૬) રહે.લાંબા બિલાડા જોધપુર રાજસ્થાન અને રાજુ શંકરલાલ ખોખર બીશ્નોઇ (૨૪) રહે.હાલ રામદેવ એન્ડ બીશ્નોઇ હોટલ રફાળેશ્વર મોરબીમૂળ રહે. રાવટ બિલાડ જોધપુર રાજસ્થાન નામના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રવણરામ અને હનુમાનરામના ડ્રાઈવર-કલીનર રાજસ્થાનથી વાહનમાં દારુ મોરબી લાવતા હતા અને અહીં રફાળેશ્વર જીઆઇડીસી પાસે આવેલી રામદેવ એન્ડ બીશ્નોઇ હોટલ ખાતે રહેતો રાજુ ખોખર નામનો ઇસમ દારૂનો વેપલો ચલાવતો હોય હાલ ત્રણેય ઈસમોની રૂપિયા ૧૨.૩૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)